Blog Archive

Wednesday, 9 November 2016

new notes available in india

બેંકોમાં આજે રૃ. ૫૦૦,૨૦૦૦ની નવી નોટો પહોંચશે

૫૦૦, ૧૦૦૦ની નોટ્સ હોય તો ગભરાવાની જરૃર નથી, બૅન્કોમાં જમા કરાવીને રૃા. ૧૦૦ની નોટ્સ મળશે.

રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ્સ રદ કરી દીધા બાદ રિઝર્વ બૅન્કે દેશની તમામ બૅન્કોની કરન્સી ચેસ્ટમાં રૃા. ૨૦૦૦ની નવી ચલણી નોટ્સ મોકલવાની શરૃઆત કરી દીધી છે. આવતીકાલે જ ઘણી બૅન્કોને રૃા. ૨૦ કરોડથી માંડીને તેનાથી વધુ રકમની રૃા. ૨૦૦૦ના મૂલ્યની ચલણી નોટ્સનો સપ્લાય આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. બૅન્કો ૧૧મી નવેમ્બરથી તેનું વિતરણ પણ કરી શકશે.

જોકે કેન્દ્ર સરકાર દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતને પરિણામે બિનહિસાબી નાણું ધરાવનારાઓએ ગભરાવાની જરૃર જ નથી. તેઓ આસાનીથી આ નાણાં તેમના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવી શકશે. આ રકમ તેમના ખાતામાં જમા થઈ જશે અને તેમણે જમા કરાવેલી રકમની રૃા. ૫૦૦ ને રૃા.૧૦૦૦ની ચલણી નોટ્સ ચલણ માંથી પાછી ખેંચાઈ જશે. તેમણે તેમના પગારમાંથી ઉપાડેલા નાણાંમાંથી ઘરમાં પડી રહેલી બચતના નાણાં તરીકે તે બૅન્કમાં જમા કરાવી શકશે.

આમ વડા પ્રધાનની આ જાહેરાતને પરિણામે બ્લેક મની ન ધરાવનારાઓને કોઈ જ અસર પડશે નહિ. જોકે જે બિલ્ડરો, રાજકારણીઓ કે પછી સરકારી અધિકારીઓએ બે નંબરના બિનહિસાબી નાણાં એકઠાં કર્યા હશે તેમને માટે આ નાણાં વટાવવા કઠિન બની જશે. તેમણે આ રકમ ક્યાંથી લાવ્યા તેનો હિસાબ આપવો પડશે. આ હિસાબ આપી ન શકનારાઓએ તેના પર તેઓ જે સ્લેબમાં આવે તે સ્લેબ પ્રમાણેનો ટેક્સ ઉપરાંત ટેક્સ જેટલી જ રકમનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

તદુપરાંત તેઓ ૨૦૧૭ના રિટર્નમાં તેમની પાસે પડેલી રોકડની રકમને તેમની આવક તરીકે જાહેર કરી દઈને તે રકમ પર ભરવા પાત્ર ટેક્સ જમા કરાવી દઈને દંડ વિના પણ છટકી શકે છે. અધિકારીઓ, બિલ્ડરો અને રાજકારણીઓ માટે તેમની વધારાની આવક છુપાવવી નવી જાહેરાતને પરિણામે કઠિન બનવાની સંભાવના છે. તેમાં કોર્પોરેટ્સની પણ હાલાકી વધી જવાની સંભાવના નિષ્ણાતો જોઈ રહ્યા છે. જે વેપારીઓના ચોપડા પર કૅશ બોલતી હશે તેમની પાસે જેટલી પણ રકમની કૅશ હશે તે બૅન્કે સહજ સ્વીકારી લેવી પડશે. આ કૅશ ઓન હેન્ડ તેમના ચોપડે બોલતી હોવાથી બૅન્ક કે આવકવેરા ખાતું તેની સામે કોઈ જ સવાલ ઊભા કરી શકશે નહિ. મોટા મોલ કે પછી શૉપિંગ સેન્ટર્સને કૅશ ઓન હેન્ડને નામે મોટી રકમ જમા કરાવવાની તક મળી જશે.

ખાતું ન ધરાવતા મજૂરો અને નાના માણસોની કઠણાઈ વધશે
દહાડિયા મજૂર તરીકે કામ કરતાં અને બૅન્ક એકાઉન્ટ ન ધરાવતા મજૂરો પાસે રૃા. ૫૦૦ કે રૃા. ૧૦૦૦ની ચલણી નોટ્સ હશે તો તેમને માટે તે વટાવવી કઠિન બનશે. તેણે તે માટે કોઈક ખાતેદારની મદદ લેવી પડશે. તેનો કેટલાક ખાતેદાર ગેરલાભ પણ લઈ શકે છે.

No comments:

Post a Comment